પ્રકૃતિ અને સંસ્કૃતિને સમર્પિત આપ સૌ ઉમદા વ્યક્તિત્વોને જણાવતા આનંદ થાય છે કે વૈદિક નદી માં સરસ્વતીના કિનારે જિલ્લા વહીવટી તંત્ર અને સૌના સહકારથી આપણી પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા "સહસ્ત્ર તરુવન" માં 45000 થી વધુ વૃક્ષો ખુબ જ સારી રીતે ઉછરી રહ્યા છે. હજારો વૃક્ષો હોય ત્યાં હજારો પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે એક બારેમાસ ભરેલું રહે તેવું તળાવ પણ જરૂરી છે જૈવવિવિધતા માટે અને જે આપણે સૌ લોકભાગીદારીથી સરસ્વતી મંદિર, સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ.
હું આપ સૌને તન મન અને ધનથી સહકાર આપવા, માર્ગદર્શન આપવા અને જરૂરી હોય તેવા બધા જ સૂચન કરવા આવકારું છું.
જય વૃક્ષનારાયણ દેવ 🚩🌳👏